વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 4

(59)
  • 1.6k
  • 560

વૃશાલિ  પ્રકરણ ૪ સંબંધને મળ્યું સ્વીકૃતિનું આકાશ સોનેરી સવારથી વૃશાલીના ગૃહે બીજા દિવસે...બીજા દિવસના સૂર્યોદયે જાણે એક નવી સોનેરી સવારનો ઉદય થયો હતો.સવારથી જ રાધામાતાના મનમાં એક અનોખો ઉમંગ હતો, જ્યારે કર્ણના મનમાં તો જાણે અધીરાઈનો પાર જ નહોતો.કર્ણ અત્યાર સુધીમાં ચાર-પાંચ વાર રાધામાતાને પૂછી ચૂક્યો હતો....“મા, તમે આજે જવાના છો?”થોડી વાર પછી ફરી પૂછતો“મા, ત્યાં વૃશાલી હશે?”અને પછી જાણે મનને શાંતિ જ ન મળતી હોય તેમ ફરી પૂછતો“મા, વૃશાલીના પિતાશ્રી ને માતાશ્રી બંને ને તમે મળશો? ”રાધામાતા તેના ઉતાવળિયા પ્રશ્નો સાંભળીને મંદ હસતાં અને કહેતાં“બેટા, તારા પિતાશ્રી આવે પછી જઈએ ને.”કર્ણ થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી જાણે પોતાની અધીરાઈ છુપાવતો