પૃથા - 3

  • 148

પૃથા Part 3: ગોરમા પૂજનબધી છોકરીઓએ નક્કી કરેલ કે સાડી પહેરીને સવારે ગોરમા પૂજવા જઈશું. એટલે બધી છોકરીઓ ઘરે તૈયાર થતી હતી. તેમ પૃથા પણ ખૂબ ઉત્સાહિત થઈને મમ્મીની ગમતી સાડી કાઢી હાથમાં પકડીને બેઠી હતી._પૃથાના મમ્મી:_ "અલી! કૅમ બેઠી? તૈયાર થવા લાગ."  _પૃથા:_ "કેવી રીતે? મને ક્યાં સાડી પહેરતા આવડે છે? તમે પહેરાવી દો."  _મમ્મી:_ "હવે સાડીમાં તો મેચિંગ ચણિયો અને બ્લાઉઝ જોઈએ. હવે એ અત્યારે તાત્કાલિક ક્યાં તારાં માપના ગોતવા જાઉં? ને વળી આ પાતળી કમરમાં સાડી રહેશે પણ નહિ. નીકળી જશે ને તું પડીશ એ ઉપરથી. છાનીમાની ઝૂલ વાળું પેલું લાલ ફ્રોક પહેરી લે. એ મેં મારી સાડીમાંથી જ