વિજયા દશમી

આસો મહિનાની અજવાળી રાત હતી. આખી સોસાયટી ગરબાના તાલ અને રોશનીથી ઝળહળી રહી હતી. ઢોલના ધબકારા અને ખેલૈયાઓના ઉલ્લાસ વચ્ચે વાતાવરણમાં એક અનોખો ઉત્સવનો માહોલ હતો. નિશાના ઘરમાં પણ બધા ગરબે રમવા જવાની તૈયારી કરી રહ્યા હતા.નિશાની મોટી બહેન અંજલિ અને તેની માતા સરસ મજાના ચણિયાચોળી પહેરીને તૈયાર થઈ ગયા હતા. ભાઈ પણ પોતાના મિત્રો સાથે ગરબાના ગ્રાઉન્ડ તરફ જવા નીકળી ગયો."નિશા, તું પણ ચાલને બે મિનિટ માટે! દસમાની પરીક્ષા છે એ સમજીએ છીએ, પણ આજે તો પહેલું નોરતું છે," મોટી બહેને નિશાને મનાવવાનો પ્રયત્ન કર્યો."ના દીદી, તમે જાઓ. મારે દસમા ધોરણનો સિલેબસ ઘણો બાકી છે. હું ઘરે જ રહીને