પૃથા - 6

  • 398
  • 162

પ્રકરણ -6 જાંબુના જલસા બધ્યું હાહાહા હીહીહીહી કરતી હાથમાં લાકડીયું લઈને પેલી કાળી માટીના ટીમ્બાની પાછળની ટેકરીઓ પાસે ઉગેલું જાંબુના ઉંચા ઝાડ પાસે હડિયુ કાઢતીક રીતસર દોડી પૃથાય ધીમે ધીમે હરખાતી ઉપડી બધીની પાછળ દોડવા જાય તોય ધીમી પડે એટલે*બધીઓ* એને હાલ જલ્દી કર્યા કરે પણ એ તો બિચારી દોડી જ઼ ન શકે*પૃથા પાછળ ઘસડાતી*"એય ધીરા હાલો જાબુડી ક્યા ભાગી જવાની છૅ. એક ઉંચી જાંબુડી પાસે આવી સૌ ઉભી હાલો આય ઘણાં પાકા જાંબુ છે, પણ બધા ઉપર છેક છૅ *એક બોલી* "જૉ લાકડીએ ખાંખરીએ તો તૂટી જાય રસ વગરના થાય,એટલે થોડાં ઉપર ચડો હાથથી તોડવા અને નીચે ફેંકો બીજાં આં ઓઢણીઓમાં ઝીલીએ" *માયા* "હા પૃથાને ઉપર