ભીખો - 1

  • 684
  • 188

નાનું એવું ગામ. એમાં સૌ હળી મળી ને રહે અને પોત પોતાનું રળી ને ખાય. ગામ ની પ્રજા એકદમ શાંતિપ્રિય અને રમુજી વધુ. ગામમાં સવાર પડે એટલે બધા પોત પોતાના ખેતરે જાય અને સાંજ પડે એટલે ગગુ ગૂગળીની ચાની દુકાને ભેગા થઈને દેશ-દુનિયાની પંચાત કરે.આ ગામ માં એક ભીખો ભિખારી રહે. ઘર માં પોતે, એની ઘરવાળી અને ડોશી ડોસો. ભીખા ના લગન ને બે વર્ષ થયા હતા પણ પોતે હજુ બે માંથી ત્રણ નહોતા થયા. ડોશીને આ વાતની બહુ ચિંતા. આખો દી વહુને કહ્યા કરે કે બે વરસ થયા હજુ ઘોડિયું નથી બંધાણું. ડોસો તો બિચારો ખાટલામાં બેઠો બેઠો હોકો