મનની ગાંઠ

  • 242
  • 68

પીઢીઓની ગાંઠએક મોટો અને ભર્યો-ભાદર્યો કુંભારનો સંસાર. ઘરમાં દાદા-દાદી, પતિ-પત્ની, નાના કાકા-કાકી, નણંદો અને આવતા-જતા મહેમાનો... કુલ મળીને દસ-બાર જણાનો રોજીંદો કલોલ. આ બધા વચ્ચે ઘરની વહુ, લક્ષ્મીનો આખો દિવસ સૂરજ ઊગે ત્યારથી શરૂ થઈને મોડી રાત સુધી રસોડાના ધુમાડા, કપડાંના ઢગલા અને ઘરકામમાં જ પૂરો થઈ જતો.એવામાં લક્ષ્મીએ પહેલી દીકરીને જન્મ આપ્યો—રાધા. રાધા હજી માંડ નાની હતી ત્યાં તો એક પછી એક બીજા ચાર સંતાનોનો જન્મ થયો. ઘરમાં કુલ પાંચ-પાંચ બાળકો! લક્ષ્મી માટે બધાને સંભાળવા અશક્ય બની ગયા. ઘરમાં દસ-બાર માણસોનું ખાવા-પીવું, મહેમાનોની સરભરા અને સાથે પાંચ નાના બાળકો. લક્ષ્મી રાત-દિવસ કામમાં ઘેરાયેલી રહેતી, પણ એનાથી પોતાના બાળકો પર