ભાગ -૫: પરિવારની ફેમિલી ટ્રીપ અને છુપાયેલી ચેટ્સસમય પોતાની ચાલ ચાલી રહ્યો હતો અને પ્રેમની ગાઢતા હવે એવા મુકામ પર પહોંચી ગઈ હતી જ્યાં એક ક્ષણનું અંતર પણ વર્ષો જેવું લાગતું હતું. મીરાંના ઘરના વડીલોએ ઘણા સમયથી અટવાયેલી એક લાંબી 'ફેમિલી ટ્રીપ'નો પ્રોગ્રામ બનાવી નાખ્યો.પરિવારના તમામ સભ્યો, કાકા-કાકી, ભાઈ-બહેનો અને દૂરના કેટલાક કઝીન ભાઈઓ પણ આ ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળની સફર માટે સાથે જોડાઈ રહ્યા હતા.મીરાં માટે આ ખુશીના સમાચાર ઓછા અને આફત જેવા વધુ હતા. એક તરફ પરિવાર સાથે ફરવા જવાની ઉત્સુકતા હતી, તો બીજી તરફ વિશ્વાસથી દૂર થઈ જવાનો ડર તેના હૃદયને કોરી ખાતો હતો.[ટ્રીપ દરમિયાનનું