️ મરદ કસુંબલ: સવાજી ગોહિલનું અમર બલિદાનઆશરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, 'મને મરવા દે; મોતની સાથે રમવા દે.' જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો હતો.એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું : "અરે મામા, ઘરપણમાંય માણસને જીવવું શે ગમતું હશે? આ દમ ચડે, નાકે લીંટ વહી જાય, મોઢે લાળું વરસે એમાં શી મઝા પડે છે?”મામા બોલ્યા : “ભાઈ, શું કરવું? મોત આવે ત્યારે જ