અંતિમ જોડી ચંપલ: ‘વારસાગત વ્યવસાયનું વરવું ચિત્રણ’

  • 622
  • 136

આનંદ યાદવ મરાઠી સાહિત્યક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર છે, તેમની ‘ઝોંબી’ નવલકથાને સાહિત્ય અકાદમીનો (૧૯૯૦)નો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેમની સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર કૃતિઓમાં ‘ભૂમિકન્યા’, ‘પાણ ભવરે’, ‘ખલીલ’, ‘ઘરજમાઈ’, ‘સંત સૂર્ય તુકારામ’, ‘લોક સખા જ્ઞાનેશ્વર’ છે. આનંદ યાદવનું પણ દલિતસાહિત્યધારા કે દલિતચેતના નિરૂપણમાં નોંધપાત્ર પ્રદાન રહેલું છે. અહીં તેમની ‘અંતિમ જોડી ચંપલ’ વાર્તા જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ ‘બિપિન આશરે’ કરેલો છે તેને આસ્વાદવાનો ઉપક્રમ છે.   વાર્તાની કથાવસ્તુ જોઈએ તો, વાર્તાના આરંભે પૂણેના લક્ષ્મીરોડ પર વાર્તાનાયક ચંપલ ખરીદવા માટે જુદી-જુદી દુકાને ફરતો હોય છે. પરતું ઊંચા ભાવને કારણ વાર્તાનાયક ચંપલ ખરીદતો નથી, તેં ઘરની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હોય છે, આઠ ભાઈ બહેન