પ્રકરણ ૧૦ મેળામાં મળેલી ઓળખ ગામમાં મેળો ભરવાનો હતો. સવારથી જ ગામના રસ્તાઓ પર લોકોની અવરજવર વધી ગઈ હતી. તો કોઈ નવા કપડાં પહેરીને તૈયાર થતું હતું, તો કોઈ ઘરનું કામ પતાવીને મેરે જવાની ઉતાવળમાં હતું. ગુરીના મનમાં પણ બાળપણ જેવી જ ખુશી હતી. મેળાનું નામ સાંભળતા જ તેને જુના દિવસો યાદ આવી ગયા. પણ આ વખતે મેળો તેના માટે માત્ર મોજ મસ્તીનો ન હતો. જીવન તેને ધીમે ધીમે બાળપણથી દૂર લઈ જઈ રહ્યું હતું. મેળામાં પહોંચતા જ ચારે બાજુ રંગબેરંગી દુકાનો, રમકડા, મીઠાઈ ની સુગંધ અને લોકોની ભીડ જોઈને ગુરી થોડી વાર તો બધું જ ભૂલી