અમદાવાદની એક મધ્યમવર્ગીય સોસાયટીમાં મહેશભાઈ અને કોકિલાબેન રહે છે. ઉંમર છપ્પન અને ત્રેપન વર્ષની. એમનું ઘર બહુ મોટું નથી, પણ એ ઘરની દરેક વસ્તુમાં વર્ષોની મહેનત અને યાદો વસેલી છે. દિવાલ પર દીકરા જયના ગ્રેજ્યુએશનનો ફોટો છે. એની બાજુમાં દીકરી રિવાના લગ્નનો મોટો ફોટો. શોકેસમાં દીકરાને પહેલી નોકરી મળી ત્યારે મીઠાઈ વહેંચી હતી એ દિવસની તસવીર છે. ઘરના દરેક ખૂણે એમના સંતાનોના બાળપણની કોઈ ને કોઈ યાદ સચવાયેલી છે. જય હવે બીજા શહેરમાં પત્ની અને બાળકો સાથે રહે છે. સારી નોકરી છે, સરસ ઘર છે અને પોતાની જવાબદારીઓ છ