"માની યાદો અને ક્યારેય ન પૂરાતી ખોટ..." ❤️ - "માની યાદો અને ક્યારેય ન પૂરાતી ખોટ..."

  • 54

માની ખોટ ક્યારેય પૂરી થતી નથી... ️જીવનમાં અમુક પ્રસંગો એવા હોય છે, જ્યાં આપણે કોઈના દુઃખમાં સહભાગી થવા જઈએ છીએ, પરંતુ ત્યાંથી પાછા ફરતી વખતે આપણી પોતાની જૂની યાદો તાજી થઈ જાય છે. ક્યારેક કોઈનું દુઃખ આપણને આપણા જીવનની એવી વ્યક્તિની યાદ અપાવી જાય છે, જે આજે આપણી વચ્ચે નથી.આજે આવો જ એક પ્રસંગ બન્યો.આજે એક ઊઠમણામાં જવાનું થયું હતું. સામાન્ય રીતે આવા પ્રસંગોમાં વાતાવરણ શાંત અને ગંભીર હોય છે. દરેક વ્યક્તિના ચહેરા પર દુઃખની લાગણી દેખાતી હોય છે. કોઈ પરિવારને સાંત્વના આપવા આવ્યું હોય છે, તો કોઈ પોતાની યાદોમાં ખોવાયેલું હોય છે.એવામાં ત્યાં 'મા મીઠા મધુના...' ગીત વાગતું હતું.ગીતના