‘બાળક’નું ‘બ્રહ્માસ્ત્ર’ : ‘ભેંકડો’

(18)
  • 3.5k
  • 5
  • 653

બાળકની જાહોજલાલી. મહારાજા સ્ટાઈલ જિંદગી. કોઈનું સાંભળવાનું નહિ.. જે ધારીએ એ થાય. બીજાને એટ્રેકટ કરવાનો પાવર બાળકમાં જેતો હોય એટલો કોઈનામાં નથી. પોતાના ચાર્મથી કોઈ પણ વ્યક્તિને હસાવી શકે. આ જિંદગી ભોગવવા દો. ઉડવા દો, વિહરવા દો, શીખવા દો, રમવા દો, મ્હાલવા દો, એની પાંખોને વિશ્વ બતાવો. એ જાતે જ જિંદગીની ઉડાન ભરશે. જેટલું વિશ્વ મોટું દેખાશે એટલે દુર સુધી તે જશે અને ભવિષ્યમાં તે જ ઊંચાઈ સુધી જવાના સપનાઓને જોઇને તેને આકાર આપશે. વિચારશક્તિ એટલી જાગ્રત બનવા દઈએ કે જેથી ‘વિચારોના વૃંદાવન’માં વિહરવાનો દ્રષ્ટિકોણ મળે.