એક દિવંગતને હરખાંજલ1

(14)
  • 1.7k
  • 2
  • 543

રંગ રહી ગયો. જન્મદિવસની મિજબાની ઉત્સવમાં. મારો 6 મહિનાનો પૌત્ર આયુષ એની દાદીના ખોળામાં એક બાજુએ અને બીજી બાજુએ બીજો 7 વરસનો પૌત્ર સિદ્ધાર્થ. આયુષને એની સામે બેસીને એના પપ્પા ચમચીથી લન્ચ કરાવે અને ત્યાં જ …. આયુષનો હાથ બાજુમાંના ટીવીના રીમોટ કંટ્રોલને અડતા જ તે રીમોટ ઉછળીને પપ્પાની ચાના કપમાં સીધેસીધું હનુમાન કૂદકો મારે અને રીમોટમાં ચા ભરાતા રીમોટ રીસાઈને કાયમી રજા ઉપર જાય, પરિણામે ટીવી પણ ગુસ્સામાં રીમોટ સાથેનો સંબંધ જ તોડી નાખે ... ...... ટીવી વિનાનું જીવન અનુભવ્યું છે કોઈએ ....?