ઓટલો

(41)
  • 8.6k
  • 2
  • 1.2k

કરચલીવાળા હાથ સાથે મોહનલાલે લાકડી પકડી અને ધીરે ધીરે પોતાની વળેલી કમર સીધી કરી. લાકડી પર વજન મુકીને તેઓ ઉભા થયા. તેમણે આસપાસ નજર કરી. કોઈ ન દેખાયું. અમથું પણ એક વૃદ્ધની પરવાહ ઘરમાં કોને હોય તેમણે નિરાશામાં માથું ધુણાવ્યું. ધીરે ધીરે તેઓ ઘરની બહાર નીકળ્યા. આ ગામમાં તેમનું નાનપણ, જુવાની અને ઘડપણ પસાર થયા હતા. તેમણે ગામમાં થયેલા બધા જ પરિવર્તનો જોયા હતા. ગામમાં ચાલતા ગાડાઓના સ્થાને ગાડીઓ આવતા જોઈ હતી. શેરીઓમાં વહેતા પાણીની જગ્યાએ અંડરગ્રાઉન્ડ ગટર આવતા પણ જોઈ હતી. તેમની કરચલીવાળી આંખો ગાંધીને પણ જોઈ ચુકી હતી અને હવે રાજકારણમાં રહેલા ગિદ્ધોને પણ જોઈ રહી હતી.