વંશ - ગુજરાતી કથાકડી - 1

(107)
  • 6.3k
  • 11
  • 2.4k

કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફેસબુક મિત્રો પણ ન હોય ,લેખકો પણ ન હોય એવા લોકો મળીને વાર્તાની એક પછી એક કડી લખે ..ઓનલાઈન વર્કશોપ કરે , સુધારા કરે ,નિસ્વાર્થભાવે બીજાને મદદ કરે , ઉજાગરા કરે અને એમ એક નવલકથા લખતી જાય એવું અજબ કામ શબ્દાવકાશ નામની એક ટોળકીએ કરી બતાવ્યું છે .આજ સુધીમાં કથાકડીની ૫૪ કડીઓ લખાઈ ગઈ છે , હજુ કથા ચાલી રહી છે અને એ ગજબ સિદ્ધિ માટે કથાકડીને લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે . ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરુ થયેલી આ કથાકડી આજે એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ