Sachu Sarnamu

(34)
  • 2.2k
  • 3
  • 640

યોગેશ પંડયા સાચુ સરનામુ પોસ્ટમાસ્તર, સોર્ટીંગ કારકુન, ગૃપ–ડી અને હમણાં હમણાં જ ઈ.ડી. એજન્ટની જગ્યા પર પોસ્ટમેન તરીકે કામ કરવા આવતો મનોહર ડિલીવરી રૂમમાં વહેલી સવારની મેઈલ્સમાં આવેલ થેલા જયાં ખાલી કરતા હતા ત્યાં જ ડી.ઓ. ઓફીસમાંથી આવેલું ભૂરા રંગનું એક પરબીડિયું સોૈની નજરમાં પહેલું ચડી ગયું... ''એ કવરમાં શું હશે..'' નો ક્રેઝ પોસ્ટઓફીસમાં કામ કરતાં કોઈપણ કર્મચારીને ઉત્કંઠાના રૂપમાં રહેલો હોય છે. એટલે સોૈની પહેલા એ કવર કોણ ઉઠાવી લ્યે એની હોડમાં સોૈ કોઈ કશું પણ વિચારે એ પહેલાં જ ક્ષણના છઠા ભાગમાં હમણાં હમણાં પોસ્ટમેન તરીકે કામ કરવા આવતા મનોહરે એ ઝડપી લીધું. સોર્ટીંગ કારકુન પરમાર ''શું હશે?''