ડેરીમિલ્ક સિલ્ક

(63)
  • 2.7k
  • 4
  • 985

મને ચોકલેટ ખાતા ના આવડી કે પછી ચોકલેટ જ એવી હતી કે હાથ બગડી જાય એતો રામ જાણે પણ મારા બંને હાથ ના આંગળા અને મારું મોં ચોકલેટ વાળું ભરાઈ ગયું હતું.ધીમે ધીમે એ મારી નજીક આવતી ગઈ ને હું એક એક ડગલું પાછળ ખસતો ગયો ત્રણ ચાર ડગલા પાછળ ખસ્યો ત્યાં જ મારા પગ પલંગ સાથે ટકરાઈ ગયા ને હું પલંગ ઉપર બેસી ગયો એને મને હળવેથી સુવાડી દીધો. ધીરે ધીરે મારી ઉપર આવી ને મારા મોં પર ચોંટેલી ચોકલેટ ચાટવા લાગી.એ તેની ચોકલેટ નો સ્વાદ માણતી રહી અને હું તેના શેમ્પુ કરેલા વાળ ની સુગંધ માં ખોવાઈ ગયો હતો.