પ્રેમ એક પડકાર

(22)
  • 2.5k
  • 4
  • 788

સિનેમા જગતમાં પ્રેમ કહાની પર અનેક ફિલ્મો બનાવવામાં આવી છે. તેવી જ એક ફિલ્મે બોલિવુડમાં ધમાલ મચાવી દીધી હતી. બોલિવુડની દુનિયામાં ડિરેક્ટર દિબાકર બેનર્જીએ બનાવેલી ફિલ્મ લવ, સેક્સ અને ધોખા 19 માર્ચ, 2010નાં રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં હાલની વાસ્તવિક સ્થિતી દર્શાવવામાં આવી હતી. યુવાનો પ્રેમને સેક્સ સાથે જોડે છે તે દર્શાવવાનો ડિરેક્ટરનો પ્રયાસ હતો..યુવાનો પ્રેમને સેક્સ સાથે જોડીને પ્રેમ શબ્દનો કેવી રીતે દુરઉપયોગ કરે છે તેનું સ્પષ્ટ ચિત્ર આ ફિલ્મનાં માધ્યમથી સમાજ સમક્ષ રજૂ કરવામાં આવ્યુ હતુ.