Sudha

(41)
  • 3k
  • 766

યોગેશ પંડયા સુધા મારી જીંદગીમાં ચાર ભીંતો વચ્ચે રહી મૂરઝાઈ જવાનું, લખ્યુ છે કયાં હવાની જેમ ખુલ્લે આમ લહેરાઈ જવાનું ? ' ટ્રેન ધીમી પડી. માંડવગઢ આવી ગયુ હતુ સુધાએ નીચે ઉતરવા માટે તૈયારી કરી. સતત પાંચ કલાકની મુસાફરીએ તે થોડી થાકી પણ ગઈ હતી. બેગ હાથમાં લઈ લીધી. પર્સ ખભે ભરાવી લીધુ. એણે બારીમાંથી જોયુંઃ ઉંચા ઉંચા ડુંગરો, ડુંગર ઉપર પથરાયેલા હારબંધ વૃક્ષો, ડુંગર ઉપર દેખાતા એક–બે મંદિરો, ફરકતી ધજાઓ, ડુંગર ઉપરથી નીચે આવતી પગદંડીઓ– આથમતા સૂર્યપ્રકાશમાં સઘળુ સુંદર દેખાતુ હતુ ૧ અદભૂત હતુ ૧ આ રમણીય પરિસરને જોવામાં તલ્લીન થઈ ગઈ હતી. ત્યાં જ હળવા ધકકા સાથે ટ્રેન