Svapnsrusti Novel ( Chapter - 30 )

(35)
  • 2.5k
  • 1
  • 919

મારા હાથે છ હત્યાઓ થઇ ચુકી હતી પણ કદાચ એનો મને ખ્યાલજ આવી શક્યો ના હતો. મારું મન ભાંગી પડ્યું... દિલ ચકનાચૂર થઈને વિખેરાઈ ગયું... આંખો અને મનમાં એક ઘોર અંધકાર છવાઈ ગયો... અને હું ત્યાજ ઢળી પડી. થોડાક સમય બાદ જયારે મને હોશ આવ્યો ત્યારે મારી આંખો સામે અંધકાર હતો, એક ઝાંખો ચહેરો હતો એ પપ્પા હતા જેમણે મને પાણી છાંટીને ઉઠાડી હતી કદાચ એકના શ્વાસ ચાલુ હોય એવું પપ્પાએ મને કહ્યું અને મને શાંત રહેવાનું કહી એમણે પેલા વ્યક્તિ માટેના બચાવ અર્થે બહાર મદદ માંગવાનું કહી બહાર ચાલ્યા ગયા. એમણે મને પાણીનો ગ્લાસ હાથમાં આપ્યો અને તેઓ બહાર તરફ ચાલ્યા ગયા, હું એમને જોઈ રહી હતી કઈજ મનમાં આવતું ના હતું. બસ એક અંધકાર હતો મેં ફરી ક્યાંક ખોવાઈ જઈને એજ લોખંડનો રોડ ફરી ઉપાડ્યો અને હલન ચલન કરતા બધાજ શરીરોને યમરાજનો રસ્તો બતાવી દીધો. મારા મન પર એક ભૂત સવાર હતું અને આમ પણ મારે હવે જીવવું ના હતું, મારી પાસે આમ પણ ખોઈ દેવા માટે હવે કઈજ ના હતું. હવે મારા મનમાં અમેરિકા જવાની પણ કોઈ ઈચ્છા ના હતી અને હોય પણ કેમ કયા મોઢે જવું શું મોં દેખાડવું શું જવાબ આપવો શું વધ્યું હતું તે હવે સુનીલને અર્પણ કરવું મારું શરીર... પ્રેમ... લાગણી... ભાવના... સપના... માન... સમ્માન... લાજ ...... .....read more comment ur view here...on board...