યુગ નથી બદલતો, યુગ પ્રત્યેની માનસિકતા બદલાય છે...

(65)
  • 6.7k
  • 1
  • 1.8k

આપણી દ્રષ્ટિએ સતયુગ અને કળિયુગની વ્યાખ્યા શું છે સામાન્ય રીતે જ્યાં સત્ય, શીલ, સંસ્કાર, સહનશીલતા અને સંવેદના જેવા ગુણો જોવા મળે તેને સતયુગ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં અસત્ય, અધર્મ, અનાદર, અતિરેક જેવા અવગુણો જોવા મળતા હોય તેને કળિયુગ તરીકે ઓળખવામાં આવે છે. ટુકમાં જ્યાં ‘સત’ એ સતયુગ અને જ્યાં ‘કાળ’ એ કળયુગ. પરંતુ હકીકતમાં સતયુગમાં પણ કળિયુગના અમુક અવગુણો જોવા મળતા હતા અને આજે કળિયુગમાં પણ સતયુગના અમુક ગુણો જોવા મળે છે. જેમ કે કળિયુગમાં આપણે જેને ‘લવ મેરેજ’ કહીએ છીએ સતયુગમાં તેને ‘ગાંધર્વવિવાહ’ તરીકે ઓળખવામાં આવતા હતા. શકુંતલા અને દુષ્યંતના વિવાહ ગાંધર્વવિવાહ જ હતા. કળિયુગનો માનવી જ્ઞાતિ અને કુળનો વિચાર કર્યા વિના લગ્ન કરે છે. તો શકુંતલા અને દુષ્યંતે પણ ક્યાં જ્ઞાતિ અને કુળનો વિચાર કર્યો હતો કળિયુગમાં માણસ દારૂનું સેવન કરે છે તો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં પણ મદિરાપાન થતુ જ હતું. કળિયુગમાં સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરનાર પુરુષને હવસખોરો તરીકે ઓળખવામાં આવે છે તો સતયુગમાં સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરનાર પુરુષોને દાનવ તરીકે ઓળખવામાં આવતા હતા. કળિયુગમાં દેહનો વ્યાપાર કરનાર સ્ત્રીને વૈશ્ય તરીકે ઓળખવામાં આવે છે તો સતયુગમાં તેને નર્તકી કે અપ્સરા તરીકે ઓળખવામાં આવતી હતી. રંભા, ઉર્વશી અને મેનકા જેવી અપ્સરાઓ તેના જ ઉદાહરણો છે. કળિયુગમાં કોઈ પુરુષ પોતાની પત્ની સિવાય પોતાની પ્રથમ પ્રેમિકા સાથે માત્ર મિત્રતાનો સંબંધ રાખે તો પણ સમાજ તેને ખરાબ દ્રષ્ટિથી જોવે છે. જયારે ત્રેતાયુગમાં તો રાજા દશરથની ચાર પત્ની હતી તથા દ્વાપરયુગમાં કૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં તેનું નામ તો રાધા સાથે જ જોડાયેલ છે. પુરાણોમાં કૃષ્ણની કુલ ત્રણ પત્ની અને ૧૬૦૦ પટરાની હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. કળિયુગમાં પતિ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરે છે તો ત્રેતાયુગમાં પણ રામે સીતાના ચરિત્ર પર શંકા કરી હતી અને માટે જ સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. કળિયુગમાં પુરુષ પોતાની શારીરિક ભૂખની તૃપ્તિ માટે પ્રેમનું નાટક કરી સ્ત્રીના ચરિત્ર સાથે રમત રમે છે. સતયુગમાં પણ ઇન્દ્રએ વિશ્વામિત્રનું રૂપ લઇ અહલ્યાના ચરિત્ર સાથે રમત રમી હતી. કળિયુગમાં મિલકત અને સતાને લીધે જ પરિવારનો સંપ તૂટે છે તો ત્રેતાયુગમાં પણ સતાને લીધે જ રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. કળિયુગમાં ભાઈ પોતાના અંગત સ્વાર્થ ખાતર બહેનનો નિસ્વાર્થ પ્રેમ ભૂલી હંમેશને માટે બહેન સાથેનો સંબંધ તોડે છે તો દ્વાપરયુગમાં પણ કંસે પોતાના અંગત સ્વાર્થ ખાતર સગી બહેનના સંતાનોને જન્મતાની સાથે જ મારી નાખ્યા હતા. કળિયુગમાં કોઈ સ્ત્રી કુવારી જ માતા બને છે તો તે બદનામીના ડરથી પોતાના જ બાળકનો ત્યાગ કરે છે. તો સતયુગમાં મેનકાએ પણ વિશ્વામીત્રથી રહેલ ગર્ભને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હતો.