જામો, કામો ને જેઠો

(48)
  • 4.3k
  • 1
  • 1.2k

છેલ્લે એ મોજ કરી કે, (પ્રતિકને ફ્રેકચર થયું – હોસ્પિટલમાં એડમિટ કર્યો – દોસ્તી – ક્રિકેટ પર ‘બેન’ – ચોરી ચુપકે રમવા જવું – ફરી એક વખત કેચ પકડતા હાથનું દુઃખવું – મારું બહાનું કામ કરી જવું – નવમાં ધોરણની વાર્ષિક એક્ઝામમાં મારી અને પ્રતિક વચ્ચે માત્ર ૩ માર્કસનો ફર્ક રહેવો) આગળ મોજ કરીએ ચાલો, ૧૫ વર્ષના કિશોરો અને કિશોરીઓ. મૂંછ ને કોંટા ફૂટી ચૂક્યા હતા. ચહેરા પર અવાર – નવાર ખીલ અને ફોડકીઓ કૂણાં ચહેરાને પરેશાન કરી રહી હતી. જયારે ગર્લ્સમાં કોઈના ચહેરા પર અમુક સમય માટે ખીલની વધુ લાલાશ દેખાય અને પછી જતી રહે, ત્યારે તેનો પિરિયડ ટાઈમ ચાલતો હશે તેવી ખબર પડવા લાગી હતી. હવે અમારી જેવા અમુક – તમુક ક્લિન શેવિંગ કરીને આવવા લાગ્યા હતા. સવારે ઉઠીને જો ચહેરા પર ખીલ દેખાય તો નહાતી વખતે બળજબરી પૂર્વક દાણાને નખ મારી – મારીને બહાર કાઢયે પાર કરતા હતા. પાઉડર લગાવીને સ્કૂલે જવું વધુ ગમતું હતું. ગર્લ્સ જયારે પેડેડ બ્રા પહેરીને આવે ત્યારે એકબીજાને તરત ઈશારો થતો, “પેડેડ..!” અને આંખ મરાતી. ગર્લ્સ પણ ટ્યૂશન ક્લાસમાં એકદમ ફૂલ-ફટાક તૈયાર થઈને આવતી. અમારા શર્ટના કફ વળીને છેક બગલની ‘કેવિટી’માં જઈને બેઠા હોય. સાઈકલ ચલાવવી હવે ધીરે-ધીરે શરમ લાગવા માંડી હતી. તેનું કારણ જે – તે ગર્લ્સની એક્ટિવા હતું. જીવ ચોળાઈને ત્યારે ચુથ્થો થઇ જતું જયારે સામેવાળી પાર્ટી ‘એક્ટિવા’ પર હોય અને આપણે સાઈકલની ઉતરી ગયેલી ચેઈન ચડાવતા હોઈએ. ક્યારેક પબ્લિકલી હવા મારવાની હોય અને સાઈકલ ચલાવવાનો ‘સ્કિલ શો’ જાતે જ એરેન્જ કરવાનો હોય તે જ સમયે તેનું લોક ખુલતું નહિ. જલ્દી થી રામકૃષ્ણ કે સરગમ એપાર્ટમેન્ટના કોર્નર પાસે પહોંચીને તેમને ચાલતી જોવા અથવા તેની એક્ટિવાની ૧-૨ સેકન્ડની સવારી માટે ઉતાવળો થતી. માધ્યમિકના ત્રીજા વર્ષ બધા સાથે એટેચમેન્ટ સારું થઇ ગયું હતું. પરંતુ, એ દિવસના પ્રોટેસ્ટ પછી એ અવાજને ઓળખવાનો હતો. તોફાન કરું અને એ જ અવાજ ફરીથી સાંભળવા મળે તો રોજ ‘ફટાકડા’ ફોડું. છોકરી આંખો ઢાળે અને છોકરો નોટના પન્ના ફાડે, એ પરિસ્થિતિ રચાય તેવી શક્યતાઓ હતી.