DMH-23 નરકનું દ્વાર ‘હૌસકા કેસલ’

(92)
  • 6.4k
  • 6
  • 1.7k

દોરડા વડે બાંધીને એક કેદીને દિવસના અજવાળામાં એ તિરાડમાં ઉતારવામાં આવ્યો. થોડી જ વારમાં તેની ચીસો સંભળાવા લાગી. ઝડપથી તેને ઉપર ખેંચી લેવામાં આવ્યો. તેનો દેખાવ જોતા જ બહાર ઊભેલા તમામ લોકો ચોંકી ગયા. કમભાગી કેદીના માથાનાં વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. તેની ચામડી કોઈ વૃદ્ધ માણસની જેમ કરચલીઓવાળી થઈ ગઈ હતી. તેના શરીરમાંથી જાણે કે લોહી ચૂસી લેવામાં આવ્યું હોય એમ તે સફેદ પડી ગયો હતો. થોડી મિનિટો અગાઉ યુવાન હતો એ આદમી આશ્ચર્યજનક રીતે વૃદ્ધ થઈ ગયો હતો