જામો, કામો ને જેઠો

(45)
  • 4.8k
  • 1
  • 1.4k

છેલ્લે એ મોજ કરી કે, (સ્કૂલમાં સાફ-સફાઈ માટે રોકાવું – ચિઠ્ઠીથી મોબાઈલ નંબરની આપ-લે કરવી – ક્રિષ્નાના ઘરના નંબર પર કૉલ કરવો – નીચેના ખાલી મકાનમાં મારું વાંચવું – મમ્મીનો મોબાઈલ લઈને વાતો કરવી – લેન્ડલાઇન પર ચોરી-ચોરી થતી વાત – ક્રિષ્નાનો બીજી વખત કૉલ આવવો) આગળ મોજ કરીએ ચાલો, “બસ હવે ! મારે નથી બોલવું. જા ! તારે જે કરવું હોય તે કર !” હવે સમય આવ્યો. જે પળની રાજ જોઈ રહ્યો હતો તે આખરે આવી ગઈ. જયારે સૌથી વધુ ઈરિટેશન થાય ત્યારે બોલવું એ નક્કી કર્યું હતું. “તું મજાક જ કર. હું સૂઈ જાઉં છું. ગુડ નાઈટ. બાય.” છતાં, તેણે ફોન મૂક્યો નહિ. હું હસતો હતો. કઈ બોલ્યો નહિ. “મુકું છું. બાય.” “હા. મૂક ને પણ !” “ના ! હવે તો નહિ જ મૂકું. તું જ્યાં સુધી ફોન કટ નહિ કરે, ત્યાં સુધી નહિ મૂકું.” “એય દિકા ! ગુસ્સો આવ્યો ” “ના ! મને શા માટે ગુસ્સો આવે ” થોડું ટરડાઈને બોલી. “મને કોઈકનું નાક લાલ થઇ ગયું હોય એવું લાગે છે.” “હા. એ તારી બીજી કોઈક ગર્લફ્રેન્ડ હશે ! મારું નથી.” “મેં તો તારા નાક વિષે કહ્યું પણ નહોતું !” “હા. હજુ બોલ. ગુસ્સો આપ મને ! મને નહિ તો બીજા કોને કહ્યું હશે વળી મારા સિવાય બીજી કોણ તને સાચવે ” “ઓહો ! એવું એમ તારા જેવી બીજી કેટલીયે મારી ગર્લફ્રેન્ડસ છે.” “હા. તો જતો રહેજે તેની પાસે ! મારા જોડે શા માટે વાત કરે છે ” “કારણ કે....!” “કારણ કે... ” “આઈ હેટ યુ.” આ સાંભળતા સાથે જ તે હસી. જોરથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. “આઈ લવ યુ, ટુ !” “પણ હું તો તને – હેટ યુ !” “અને હું તને લવ યુ ! ટાઈમ ટુ બી ઈનોસેન્ટ ! ગો ફોર ઇટ.