ધર્મ એટલે શું

(45)
  • 6.4k
  • 3
  • 1.2k

બંધારણીય જોગવાઈ અનુસાર દરેક માણસને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ મળેલી છે. ક્યારેક એવું બને છે કે માણસ પોતાની પ્રાથમિક જરૂરિયાત ખાતર પોતાનો ધર્મ છોળી અન્ય ધર્મને સ્વીકારે છે. તો એમાં ખોટું શું છે ધર્મ ક્યાં કોઈને રોટી કપડા કે મકાન અપાવી જાય છે જો ઈશ્વર એક છે તો ધર્મ શા માટે અલગ અલગ છે સમાજમાં અમુક લોકો ધર્મના નામે આતંક ફેલાવી રહ્યા છે. વાસ્તવમાં આવા લોકોને ધાર્મિક ન ગણી શકાય પણ ધર્મ વિરોધી ગણી શકાય. કારણ કે દુનિયાનો કોઈ પણ ધર્મ આતંકવાદ નથી શીખવતો. શું વાસ્તવમાં આતંકવાદને કોઈ ધર્મ હોય છે ખરો કોણ છે આતંકવાદીઓ શું આતંકવાદ માત્ર મુસ્લિમ લોકો જ ફેલાવે છે જો એવું જ હોય તો શા માટે મુસ્લિમ આતંકવાદીઓનો ભોગ મુસ્લિમો પણ બને છે દુનિયાના તમામ ધર્મો પ્રેમ અને માનવતાનો જ સંદેશ પાઠવે છે.