ઉનાળોઃ રૂએ રૂએ રોમાંચનો અનુભવાતો ઉકળાટ

  • 2.7k
  • 1
  • 594

આગ ઓકતો સૂર્ય, લુણો લગાડી દે એવી લુ, રૂએ રૂએ દાઝ દેતાં વાયરાઓ ને આવા જ વર્ણનો સાથે ઉનાળાને આપણે ત્યાં વધાવવામાં આવ્યો છે. જાણે ઉનાળાનું નહીં પણ ઈન્ડોનેશિયાના કોઈ જ્વાળામુખીની વાત કરાતી હોય. ગુજરાતી સાહિત્યકારોએ પણ ઉનાળાને અત્યાચારી ગણાવામાં કંઈ બાકી નથી રાખ્યું. અમુક અપવાદો બાદ કરતા બળબળતી બપોર કે જોગી જટાળા માંથી એ ભાગ્યે જ બહાર નીકળી શક્યા છે. બાકી, શિયાળા અને ચોમાસાની જેમ ઉનાળો પણ મ્હાણવા ની ઋતુ છે. અનુભવવાની ઋતુ છે.