જામો, કામો ને જેઠો

(30)
  • 4.2k
  • 3
  • 1.2k

સૌરાષ્ટ્રની સફરે... છેલ્લે એ મોજ કરી કે, ( ગામડે જવા માટે ટિકિટ લેવાઈ ચૂકી હતી – ગામડે જવા પહેલાના અમુક દિવસોમાં આખો દિવસ TV પર સિરિયલો અને અન્ય શોઝ જોયા કરવા – પપ્પાની પોતાના કૉલેજ સમય દરમિયાનની વાતો – પપ્પા અને મમ્મીનું દાદા-દાદી બનીને નાટક કરવું – દાદા અને દાદીને તમના પૌત્રો આવવાની કેટલી ખુશી હશે એ વાતનું બખૂબી વર્ણન કરવું ) આગળ મોજ કરીએ ચાલો, છકડાનું એન્જીન ચાલુ કરવા માટે એક દોરડું જમણી બાજુ વીંટાળ્યું. પછી જોરથી છકડાની આડશે પગ રાખ્યો અને જોરથી ખેંચ્યું. ‘ફટ...ફટ....ફટટટ..’ કરતું એન્જીન ચાલુ થયું. તરત જ દોરડું વીંટાળીને છકડામાં મૂક્યું અને ઠેકડો મારીને સીધા સીટ પર બેઠા. ખોડિયાર માતાજીની મૂર્તિ સ્પીડોમીટરના બંધ થઇ ગયેલા કાંટા પર ચોટાડી હતી. લાલ રેશમી કપડાંના લીરા જ્યાં-ત્યાં બધે જ બાંધેલા હતા. આ છકડાઓમાં બેસાડવાની પણ ખાસિયત હોય છે. મહિલાઓ પોતાના કાપડાના થેલાઓ લઈને વચ્ચે બેસે. બાળકોને ખોળામાં બેસાડવામાં આવે અને પુરુષો છકડાની પાળી પર બેસે. છકડો શ્વાસ ન લઇ શકે તેટલા વ્યક્તિઓને ભરવામાં આવે ત્યારે તેનું રિ-એક્શન જયારે રસ્તામાં મોટો બમ્પ અથવા ઢાળ આવે ત્યારે મળે. જયારે ઢાળ ચડવાનો હોય ત્યારે પાળી પર બેઠેલ પુરુષોને નીચે ઉતરી જવાનું ! ઉપરાંત, જયારે બમ્પ આવે ત્યારે દરેકે આગળની તરફ ઝૂકવાનું, જેથી પાછળના ભારને લીધે આગળથી પલટી ન મારી જાય ! ક્રમશ: (સૌરાષ્ટ્રની સફરે)