હું એજ તું-૨

(44)
  • 4.2k
  • 13
  • 517

મેં સરની જગ્યા પર નજર કરી. સર કરડાકી નજરે મને જ જોઈ રહ્યા હતા. આમ પણ રેનીશ જ્યારે બાવરો થાય ત્યારે હું સમજી જ જતો કે મિશ્રા સર આસપાસ છે.. અને એમની રડાર આપડા પર છે.. મિત વો અંગારે જલાને કે લીયે હે, આગ બુજાને કે લિયે નહીં મિશ્રા સર એ હાકલ કરી. ટીમમેટ્સ જોર જોર થી હસી પડ્યા.. વો કલ ભી દેખ સકેગા તું, ફિલહાલ ગેમ દેખો ઓર જીતો યારો.. મિશ્રા સરે તેમનાં અંદાજને અલગ રીતે જ રેલાવી દીધો. જી સર.. મેં હકાર માં માથું ધુણાવ્યું. જીત તો ઠીક, પણ હું મારું ઘણું બધું હારી ચુક્યો હતો એ નજર પર.. રીતસર અટકી પડ્યો હતો હું ત્યાં.. ત્યાં થી એક કદમ પણ ખસાતું નહોતું ,,, હું વળી વળી ને ત્યાં જોતો રહ્યો અને એ છુપાવતી રહી.. એ નજર.. એને મારાથી મતલબ હતો કે પછી માત્ર આ ગેમ થી.. કોણ હતી એ.. એને મારી તરસની ફિકર શું કામ હતી.. આખરે શું કામ એણે પાણી આપ્યું.. એ પણ એવી રીતે કે જે મારી તરસ બુઝાવવાની જગ્યાએ વધું ને વધું તરસાવી ગયું. હજારો સવાલો મારા મનમાં ઉઠવા લાગ્યા.. અને આ બધા સવાલોનો એક જ જવાબ હતો.. સૂકા ભટ્ટ રણમાંની એ જલપરી એ નજર.. એ અવાજ..