najuk namani priyatama - 6

(14)
  • 3.2k
  • 5
  • 681

મને યાદ છે એ રોજ જમતી વેળાએ ‘પહેલો કોળિયો’ મારા હાથે જ ખાવાની તારી જીદ. તું દુનિયાના ગમે તે છેડે હો પણ એ કોળિયો હાથમાં લેતાં વેંત જ આંખો બંધ કરીને મનોમન મને યાદ કરી લેવાની એ અચૂક ટેવ, એ કોળિયાના સ્રર્વ હક તેં રાજીખુશીથી કાયમ માટે મારે નામે કરી દીધેલા…યાદ છે ને..!! તો એ ‘પહેલો કોળિયો’ મને યાદ કર્યા વગર તારા ગળે ઉતરશે કે.. ઘણીવાર તો એ ‘કલ્પના જગતના કોળિયા’થી તારો જીવ ના ભરાતા, મને એ જ ઘડીએ મળવા બોલાવી મારા હાથે જ એ કોળિયો ખાવાની જીદ કરતો..ઘણીવાર હું આવી શકતી તો તને જાણે કુબેરનો ખજાનો મળી ગયો હોય એમ, નાના બાળકની જેમ ખુશ થઇ જતો. તો ઘણીવાર મારાથી એ ‘આવવાનુ’ શક્ય ના બનતાં તું ગૂમસૂમ થઈને એ કોળિયો પાછો થાળીમાં મૂકીને, અન્નદેવતાની બે હાથ જોડીને માફી માંગીને, ભીના હ્રદયે ઊભો થઈ જતો..આખો દિવસ એમ જ ભૂખ્યા-તરસ્યા નીકળેલા તારા એ દિવસો મને અંદર સુધી હચમચાવી જતાં. એ બધું કેમનું ભૂલી શકાય શું છે આ પહેલાં કોળિયાની વાત વાંચો નાજુક નમણી પ્રિયતમાના ભાગ નંબર ૬ માં