Eva malela man mel

(30)
  • 3.3k
  • 2
  • 709

યોગેશ પંડયા એવા રે મળેલાં મનનાં મેળ કુંડળી આમતો સારી છે. ગુરૂ દેહભૂવનમાં પડયો છે. શુક્ર પણ બળવાન થઈને પરાક્રમ સ્થાનમાં છે પણ સપ્તમ સ્થાનમાં મંગળ પડયો છે એ મારી દ્રષ્ટિએ અનુચિત છે. છોકરાને મંગળદોષ છે. આપણી અમિષાને ય જો શનિ અથવા મંગળ હોત તો કુંડળી મળી જાત. આમાં આપણે આગળ વધવું એ અમિષાને માટે હાનિકારક છે... જયુભાઈ... છતાંય...'' હસુભાઈ ગોર, છોકરાના જન્માક્ષર જયુભાઈના હાથમાં પાછા આપતાં વળી બોલ્યા : ''હું તો ત્યાં સુધી કહું છું કે રાહુ કેતુ સારા. નડે નહીં. પણ મંગળ જરાય નહીં સારો. મંગળવાળા છોકરા સાથે પરણીને તો કેટલીય છોકરીઓ દુઃખી દુઃખી થઈ ગઈ છે એ