JINDAGI NA DHABKAR

(26)
  • 3.3k
  • 1
  • 752

‘‘મોતિયો તો જિદંગીમાં સહુ કોઈને આવે છે. પણ દેખવાનું કેટલાના નસીબમાં છે. ?’’ સુનંદાબેન હવે સીત્તેર વર્ષના થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી. હાથપગમાં જાણે જોરજ રહ્યું ના હતુ. મોંમાંથી લગભગ બધાજ દાંત પડી ગયા હતા. ખોરાક ચાવવાની અને ખાવાની તકલીફ વધી ગઈ હતી. આંખોનું તેજ જાણે ધીમે ધીમે ઘટી જવાથી દેખાવાનું ધુંધળું થઈને લગભગ બંધ થઈ ગયું હતુ સમયનું પંખી તો ઉડીને જાણે સડસડાટ પસાર થઈ રહ્યું હતું. હજુ પંદર વર્ષ પહેલાજ તેમનો એકનો એક દીકરો અમિત ગ્રેજ્યુએટ થઈને નોકરીએ લાગી ગયો હતો. તેમના વર મનોજભાઈની પણ પ્રાઈવેટ કંપનીમાં ટૂંકા પગારની નોકરી હતી. ખર્ચના બે છેડા