ૐ ભાસ્કરાય નમ:

  • 3.6k
  • 2
  • 810

ગગનવાલાની ગૂગળી જ્ઞાતિના પરમ ઇષ્ટદેવ છે દ્વારિકાધીશ. ગૂગળી બ્રાહ્મણો દ્વારકાના મંદિરના પૂજારી છે. એમાંના ગૂગળી ઓધવજી ઠાકરના પુત્ર પરસોતમના પુત્ર કેશવજીના પુત્રો સુંદરજી અને દામોદર દ્વારકાથી ગાડામાં બેસીને ફરતા ફરતા જામખંભાળિયા સ્થાયી થયા. જામખંભાળિયાવાસી સુંદાડાડા ને દામાડાડાના પારિવારિક ઇષ્ટદેવ સૂર્યનારાયણનું મંદિર ખંભાળિયાના ચપર ફળિયામાં આવેલું છે. એકદા એ મંદિરમાં દામાડાડા અને રાધાડાડી રહેતાં હતાં. દામાડાડાને સંતાન નહોતાં તેથી એમણે સુંદાડાડાના પુત્ર વલ્લભદાસના પાટવી કુંવરને ઊછેરેલો. દામાડાડાના ફાંદા ઉપર એ કુંવરે ન કરવાનાં શિશુકાર્યો કરતાં કરતાં, અને રાધાડાડીએ પહેરાવેલી પીતામ્બરી પહેરીને સૂર્યનારાયણની મૂર્તિની આરતી ઉતારતાં ઉતારતાં બાળવય પસાર કરેલી.