નાજુક નમણી પ્રિયતમા-૮

(12)
  • 3.1k
  • 1
  • 652

તારા અડપલા, તારી શેતાની, તારી પ્રેમસભર નજર, અને તારા હેતાળ શબ્દો વારંવાર કાનના પડદે અથડાય.. ‘તારા ગાલના ખાડામાં ડૂબી જઉ તો આખેઆખો ભવસાગર તરી ગયો એવું લાગે છે… તારી ગુલાબી-ગુલાબી ધૂળની ડમરીઓ ઊડાડતી પાની- બે મુઠ્ઠીમાં સમાઇ જતી અદભુત વળાંકોવાળી કમરને મદમસ્ત બનાવતી તારી ગર્વીલી ચાલ.. હૈયામાં અકથ્ય સંવેગોના ઝરા ફૂટી નીકળે છે ! તારા કાળા ભમ્મર સુવ્યવસ્થિત રીતે કપાયેલા કેશ.. એ કેશસાગરની થોડી લહેરો કાન આગળ ઝૂલે છે.. બીજી એનાથી પા વેંત નીચે તારી નાજુક ગ્રીવાની ભૂરી ભૂરી નસને ચૂમે છે. બાકીની કેશરાશિ એનાથી પણ નીચે… મારું દિલ જયાં ચોરીને તેં ગોપવી રાખ્યું છે.. ત્યાં..સાવ જ નફફટપણે નશેડી બનીને ઝૂમે છે. હોશ કેમ જાળવું.. કેટલીયે ઇરછાઓ અંગડાઇ લે છે પ્રીતનો સાગર હિલ્લોળા લે છે.. એ બધી લહેરોને હથેળીના હેતથી લીંપી દેવાનું મન થઈ જાય છે.. અને જબરદ્સ્ત ઊભરો ખડકો જોડે અથડાઇને ફીણ ફીણ થઈને પાછો ફેંકાય છે.’ ક્યાં સુધી આ મર્યાદાના પોટલામાં પ્રેમને બાંધવાનો.. to read full article download book and if u like it then give u rfeedback too. thnx