GEET GATA CHAL

  • 8.7k
  • 1
  • 1.3k

ગીત ગાતા ચલ (૧૯૭૫) પ્રેમના સાતત્યનો પરિચય તારાચંદ બરજાત્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સન્માનનીય નામ. રાજશ્રી પ્રોડકશનના બેનર હેઠળ એમણે સુંદર કલાત્મક ફિલ્મો આપી છે. ગીત ગાતા ચલ આમાંની એક. ફિલ્મની સશક્ત કથામાં રાધા-કૃષ્ણ-મીરાના પ્રેમનું સાતત્ય સફળતાથી ઝીલાયું છે. ભલે આ ફિલ્મને ઍવોર્ડ નથી મળ્યા પણ પ્રેક્ષકોના હૃદયમાં આ ફિલ્મ આજે પણ વસે છે. નિર્માતા : તારાચંદ બરજાત્યા - રાજશ્રી પ્રોડકશન કલાકાર : સચીન-સારીકા-ઉર્મિલા ભટ્ટ-મદન પુરી-પદમા ખન્ના-આગા-ધુમાલ-સુંદર-મનહર દેસાઇ-વી. ગોપલ-મહેમુદ જુનીયર-લીલા મીશ્રા અને અન્ય. કથા-પટકથા : મધુસુદન કાલેલકર-શરદ પિલગાંવકર સંવાદ : વજેન્દ્ર ગૌડ ગીત-સંગીત : રવિન્દ્ર જૈન ગાયક : રફી-આશા-આરતી મુખર્જી-હેમલતા-ચેતન-જશપાલ સીંઘ ફોટોગ્રાફી : અનિલ મિત્રા કલા : કાર્તિક બોઝ ઍડીટીંગ : મુખ્તાર