GENESIS

(14)
  • 4.3k
  • 1
  • 1.1k

જે’નિસિસ - ઉત્પત્તિ (૧૯૮૬) માનવ સંબંધના તાણાવાણા કિશોર શાહઃસંગોઇ મૃણાલ સેન ફિલ્મ જગતના મોટા ગજાના દિગ્દર્શક. એમની ભુવન સોમ તો ભૂલાય જ નહીં. મૃણાલ સેન દ્વારા નિર્મિત આ ફિલ્મ ઇન્ડો-ફ્રાન્સ અને બેલ્જીયમના સહયોગથી બની છે. ફિલ્મનું શિર્ષક અંગ્રેજી છે એટલે એવી છાપ ઊભી થાય કે ફિલ્મ અંગ્રેજીમાં હશે. અંગ્રેજી ટાઇટલ ધરાવતી આ ફિલ્મ હિન્દીમાં છે. ખંડેરો વચ્ચે વસીને પથ્થર જેવા જડ થઇ ગયેલા મનુષ્યના મનની આંટીઘૂટીનું ચિત્રણ આ ફિલ્મમાં સુંદર ઉપસ્યું છે. સ્ત્રી અને પુરૂષ વચ્ચેના સંબંધોના તાંતણાં ક્યારેક ગુંચવાય તો કયારેક એમાંથી કોઇ વસ્ત્ર પણ વણાય. ક્યારેક તાંતણાંઓમાં ગાંઠ આવતાં વણાયેલા કાપડમાં પણ ગાંઠ ઉપસી આવે. આ ફિલ્મ સેલ્યુલોઇડ