યાદ છે તને

(25)
  • 4.4k
  • 9
  • 808

મારી વ્હાલી ઋતિકા, આજે સવારથી પેલો ઝરમર-ઝરમર વરસાદ ચાલુ હતો. પેલી આથમણી બાજુની બારીમાંથી વાંછટ આવતી હોય, તું કલાકો ત્યાં ઊભી રહેતી. મને આમતો વરસાદમાં પલળવું પણ ન ગમે ને ભીંજાવું પણ ન ગમે, પણ કોણ જાણે કેમ આજે એ બારી સામે ઊભો રહી કલાકો પેલા આછેરા વાંછટથી ભીંજાયો. સાથે મારી લાગણીઓ, વિચારો પણ ભીંજાયા. યાદ છે તને, કૉલેજ કેમ્પસમાં બે’ક છાંટા પડતાં હું મેદાનમાંથી હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ ભાગતો, સીધો રૂમમાં. તું ખાસ્સું હસતી. કૉલેજ છુટ્યા પછી હું રેઇનકોટમાં સજ્જ થઇ નીકળતો ને, તું મનભરીને પલળતી.