સ્વપ્નિલ હકીકત

(26)
  • 3.1k
  • 2
  • 706

દ્રશ્ય 1 પંજાબીઓના પારંપરિક લગ્નના પોશાકમાં સજ્જ પૂર્ણિમા ખરેખર પૂનમનાં ચાંદ જેવી જ લાગતી હતી.એના હોઠ પર રમતું શરમાળ સ્મિત, ઢળેલી પાંપણો, મેહંદીસજ્યા હાથ... એના ગુલાબી રૂપને અનેરી આભા આપતા હતા.બાજુમાં ફૂલોનો સહેરો બાંધેલો વરરાજા હાથમાં મંગળસુત્ર લઈને બેઠો હતો.સેથામાં સિંદૂર અને ગાળામાં મંગળસુત્ર પહેરેલી પૂર્ણિમાનો નવવધૂનો શણગાર હવે ખરા અર્થમાં પૂરો થયો. દ્રશ્ય 2 - આલિશાન બંગલા જેવા ઘરના દીવાનખંડમાં પૂર્ણિમા શરમાતી ઘણી બધી સ્ત્રીઓથી ઘેરાયેલી બેઠી હતી.સ્ત્રીઓની મશ્કરીભરી વાતોથી હસુ હસુ થઇ રહેલું એનું ગોળ માસૂમ મુખ ખુબ જ સુંદર લાગતું હતું.