આધુનિક સમાજ નો કાળો ચહેરો

(14)
  • 3.6k
  • 1
  • 871

માણસ લાગણી નો ભૂખ્યો હોય છે. એને એકલતા કોરી ખાય છે. ક્યાય ઠોકર લાગે તો એ તરત કોઈનો સહારો શોધે છે. અને એવા સમયે એને સહારો આપવા જે હાથ પકડે છે એના વિશે એ કઈ જ વિચારતો નથી.. બસ, એને તો લાગે છે કે જેને એને આવી રીતે તરછોડી દીધો, અને આવો સમય બતાવ્યો, એ સમયે આ માણસ એ એનો હાથ પકડ્યો છે. અને એ પછી એના ઉપકાર તળે દબાયી જાય છે.. અને પોતાનું સર્વસ્વ એને સોંપી દે છે. આપણી આસપાસ પણ ઘણા એવા લોકો હોય છે, જેને આપના સ્નેહ, સાથ અને સંગાથ ની જરૂર હોય છે, પણ આપણે આપણી જીવનચર્યા માં એમને હાંસિયા માં ધકેલી દયીએ છીએ. એમને એકલા મૂકી દયીએ છીએ, અને પછી એ લોકો કોઈ વિસંગત વ્યક્તિ ના પરિચય માં આવીને પોતાની જીંદગી સાથે રમીને જીવન ને રમત બનાવી દે છે.