સત્યના પ્રયોગો - ભાગ-1 - 6

(40)
  • 8.2k
  • 8
  • 2.8k

આ કૃતિમાં ગાંધીજી શીખવે છે કે સંગ કેવો જોઇએ. તે સમયે તેમના એક મિત્રએ કહ્યું કે આપણે માંસહાર કરતા નથી, શરાબ પીતા નથી એટલે માયકાંગલા રહ્યા છીએ અને તેથી અંગ્રેજો આપણી પર રાજ કરે છે. પોતે વૈષ્ણવ સંપ્રદાયના હોવા છતા અને માતાપિતા આ બાબત જાણે તો અકાળે મૃત્યુ આવે. તેમણે કબૂલ્યુ હતું કે મારી મિત્રતો બરોબર ન હતી તેનુ મને પછળથી ભાન થયુ હતું. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઉતરવું જોઇએ નહી. મિત્રતામાં અદ્વૈત ભાવના કવચિત જ જોવા મળે છે. મિત્રતા સરખા ગુણવાળા હોય તો જ શોભે ને નભે. મિત્રો એકબીજાની પર અસર પાડ્યા વિના ન રહે. એટલે મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે કે અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને જલ્દી ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને બદલે સારા પ્રયાસની આવશ્યકતા છે. ઉપરોક્ત વિચારો યોગ્ય હોય કે અયોગ્ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્ફળ નીવડ્યો!