અવસાદ નગર

(32)
  • 4.9k
  • 2
  • 1.2k

“હલ્લો, હલ્લો, નિમિષ, હલ્લો કેન યુ હીયર મી?” “હલ્લો, હલ્લો નિમિષ.” “યાર સિટીની બહાર નીકળો એટલે સિગ્નલના બહુ લોચા.” આકાંક્ષાના અવાજમાં અકળામણ સ્પષ્ટ વર્તાતી હતી. બીજા છેડે નિમિષને પોતાની સગી બહેન આકાંક્ષાનો તૂટક અને તરડાયેલો અવાજ સંભળાતો હતો. “હા બોલ, લાઈન બહુ ખરાબ છે, લીસન, જસ્ટ લીસન, કુડ યુ મેસેજ મી, હું મીટીંગમાં છું” નિમિષે એની આસપાસ બેઠેલા બીજા એક્ઝેક્યુટીવસની સામે ક્ષોભભરી નજરે જોતા કહ્યું. “ઓકે, કરું છું, બટ, ઈટ્સ અરજન્ટ, તારે આ મેટર....” આકાંક્ષા વાક્ય પૂરું કરે એ પહેલા કોલ ડ્રોપ થઇ ગયો.