મીશન -રહસ્યકથા

(24.9k)
  • 4.7k
  • 2
  • 1.2k

એ.સી.પી.સૂજમસીંગ. નો પાંચમો મણકો આજે દહેરાદૂનથી વેલફેરનું ફંકશન એટેન્ડ કરી પ્લેનમાં સૂજ્મસીંગ દીલ્હી આવી રહ્યો હતો.બાજુમાં એક પત્રકાર વીસ્મીત સેન રાજકીય અને સોશીયલ સમસ્યાઓ વિષે આક્રોશ ઠાલવી રહ્યો હતો.સૂજમ વિષે જાણ્યું પછી કહેવા માંડ્યો.'સર,હું એક અંગત મીશન પર કામ કરી રહ્યો છું,જરૂર પડ્યે તમારી મદદ લઈશ.'ફોન નંબર નોટ કર્યો અને સૂજ્મ એરપોર્ટ પરથી સીધો કીનલની ઇન્સ્ટીટ્યૂટ પાસે આવેલી સ્ટારબગ કોફીની ચુસ્કી લેતાં વાતો કરતો જતો હતો. કીનલ લેપટોપ પર ઇ-મેલ કરી રહી હતી. 'રોજ ફરિયયાદ કરે છે કે ટાઇમ નથી આપતો અને તું આમ બીઝી છે? '