રૂપલી

(18)
  • 3.2k
  • 5
  • 790

પહેલાં કહેતી કે મારું નામ સવલી છે ને હવે કહે છે કે પોતે રૂપલી છે. પહેલાં પાટલી વાળીને સાડી પહેરતા નહોતી ફાવતી, હવે ફાવે છે. પહેલાં ભીના વાળ સૂકવીને સરસ અંબોડો વાળતાં ખાસ્સો સમય લેતી હવે તાણીને એક ચોટલો વાળી લે છે, બસ. પહેલાં પોતે કાળીમેશ જેવી હતી. હવે એને ખબર છે કે આ શહેરનું પાણી ને એમાંય આખો દિવસ બંધ ઓરડીમાં જ બેસી રહીને એનો વાન ઉઘડ્યો છે. અહીં આવી ત્યારે ભેંકડા તાણી તાણીને રડ્યા કરતી. હવે રડતી નથી.