સત્યના પ્રયોગો - ભાગ-1 - 10

(41)
  • 7.9k
  • 9
  • 2.4k

આ કૃતિમાં ગાંધીજીના ધર્મ અંગેના વિચારોની વાત કરવામાં આવી છે. ગાંધીજી 16 વર્ષના થયા ત્યાં સુધી તેમને સ્કૂલમાંથી ધર્મ અંગેનું કોઇ જ્ઞાન ન મળ્યું તે વાતનો તેમને અફસોસ હતો. વૈષ્ણવ સંપ્રદાયના હોવાથી ગાંધીજી હવેલીએ જતાં. જો કે હવેલીના વૈભવ અને અનીતિની વાતો સાંભળી તેઓ ઉદાસ થઇ જતાં. તેઓ ભૂતપ્રેતથી ડરતા હોવાથી કુટુંબની જુની નોકર રંભાબાઇએ ગાંધીજીને રામનામનો જાપ કરવા કહ્યું. ગાંધીજીના એક કાકાના દિકરા રામના પરમ ભક્ત હતા તેમણે આ બે ભાઇઓ માટે રામરક્ષાનો પાઠ કરાવવાનો પ્રબંધ કર્યો. પોરબંદર રહ્યાં ત્યાં સુધી ગાંધીજી રોજ પ્રાતઃકાળે આ પાઠ કરતાં. તે સમયે ગાંધીજીના પિતાને અનેક ધર્મના લોકો મળવા આવતાં જેથી ગાંધીજીમાં સર્વધર્મ પ્રત્યે સમાનભાવ પેદા થયો. જો કે સ્કૂલકાળ દરમ્યાન એક ખ્રિસ્તી ધર્મગુરૂ હિન્દુ ધર્મની નિંદા કરતાં અને એક ભાઇ ખ્રિસ્તી બની દારૂ અને ગૌમાંસનું સેવન કરતાં તેવી વાતો સાંભળીને ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ધૃણાનો ભાવ પેદા થયો. જો કે પિતાની લાયબ્રેરીમાંથી મનુસ્મૃતિ વાંચ્યાં બાદ અપકારનો બદલો ઉપકાર કરવો તે ગાંધીજીનું જિંદગીનું સૂત્ર બની ગયું.