સત્યના પ્રયોગો - ભાગ-1 - 12

(28)
  • 7.3k
  • 4
  • 1.9k

ગાંધીજી વિલાયત જવા માટે મોટાભાઇની સાથે મુંબઇ ગયા. મુંબઇમા કોઇકે જૂન-જુલાઇમાં દરિયામાં તોફાન આવતું હોવાથી દરિયો ન ખેડવાની સલાહ આપી. મોટાભાઇ ગાંધીજીને મુંબઇમાં એક મિત્રને ત્યાં મૂકીને પાછા રાજકોટ આવ્યા. એક બનેવીની પાસે પૈસા મૂકીને કેટલાક મિત્રોને ગાંધીજીની મદદ કરવાની ભલામણ કરતા ગયા. વિદેશમાં ધર્મ અભડાતો હોવાનું કારણ આગળ ધરીને મુંબઇમાં નાતની વાડીમાં ગાંધીજીને હાજર કરવામાં આવ્યા. નાતના શેઠે કહ્યું કે આપણા ધર્મમાં દરિયો ન ઓળંગવાની મનાઇ છે અને વિદેશમાં ધર્મ પણ અભડાય છે. જો કે ગાંધીજીએ માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાની વાત કરી અને પોતાનો નિર્ણય નહીં બદલાય તેમ કહેતાં નાતના શેઠ ગુસ્સે થયાં અને ગાંધીજીને નાત બહાર મૂક્યા. ગાંધીજીને જે મદદ કરશે કે વળાવવા જશે તેને સવા રૂપિયો દંડ થશે તેવો હુકમ પણ કર્યો. ગાંધીજી પર આની કોઇ અસર ન થઇ. 4 સપ્ટેમ્બરે સ્ટીમરમાં જુનાગઢના એક વકીલ ત્રંબકરાય મજમુદાર બેરિસ્ટર થવા વિલાયત જઇ રહ્યા હતા જેમની સાથે ગાંધીજી મિત્રો અને મોટાભાઇની મંજૂરીથી 18 વર્ષની વયે વિલાયત જવા તૈયાર થયા.