સત્યના પ્રયોગો - ભાગ-1 - 21

(20)
  • 5.1k
  • 3
  • 1.4k

આ કૃતિમાં ગાંધીજીએ સંયમનો જાત અનુભવ કેવી રીતે કર્યો તેની વાત કરી છે. ગાંધીજી કહે છે કે જે પોતાના સંયમબળનું અભિમાન રાખતો હોય છે તેનો સંયમ પણ રોળાઇ શકે છે. પોતાના વિલાયતના છેલ્લા વર્ષમાં એટલે કે 1890માં તેમને થયેલા એક અનુભવનું વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે કે પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું. આ જગ્યા ખલાસીઓના બંદર તરીકે ઓળખાય છે જ્યાં વેશ્યા જેવી ગણાતી સ્ત્રીના ઘરે તેમને ઉતારો આપવામાં આવ્યો હતો. અહીં જમ્યા પછી મહેમાનોની સાથે પાના રમવાં માટે ઘરની ગૃહિણી પણ બેસતી. ગાંધીજી ત્યાં વાણીમાંથી ચેષ્ટામાં ઉતરી પડવાની તૈયારીમાં હતા પરંતુ તેમના એક મિત્રએ તેમને ચેતવ્યા અને તેઓ તેનો ઉપકાર માની પોતાની પ્રતિજ્ઞા યાદ કરી ત્યાંથી ભાગીને પોતાની કોટડીમાં આવી ગયા. ત્યાર બાદ વહેલી તકે તેમણે પોર્ટસ્મથ છોડ્યું. ગાંધીજીને લાગ્યું કે ઇશ્વરે તેમને બચાવ્યા છે. તેઓ માનતા કે પ્રાર્થના, ઉપાસના એ વહેમ નથી. ઇશ્વરની અનુભૂતિ આપણને કોઇકને કોઇક પ્રસંગે થતી જ હોય છે.