સત્યના પ્રયોગો - ભાગ-1 - 22

(14)
  • 6k
  • 2
  • 1.4k

આ કૃતિમાં લેખક નારાયણ હેમચંદ્ર વિશે વાત કરવામાં આવી છે. તેઓ એક લેખક હતાં જેને ગાંધીજી ઇન્ડિયન નેશનલ એસોસિએશનવાળા મિસ મેનિંગને ત્યાં મળ્યા હતાં. હેમચંદ્રનું કદ ઠિંગણું, પોશાક બેડોળ હતો અને ચહેરા પર શીળીના ડાઘ હતાં. તેમને અંગ્રેજી નહોતું આવડતું તેથી ગાંધીજી પાસે અંગ્રેજી શીખવા આવતાં. નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું ખાસ જ્ઞાન નહોતું છતાં મરાઠી, હિંદી જાણતાં હતા અને હવે અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન ભાષા પણ શીખવા માંગતા હતા. તેઓ બિલકુલ નિખાલસ સ્વભાવ અને સાદાગી ધરાવતા માણસ હતા. તે વખતે મેનિંગના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાળ સમાપ્ત થતાં તેમનો આભાર માનવા ગાધીજીને દુભાષિયા તરીકે લઇને મળવા ગયા હતા. એક વાર તેઓ ગાધીજીના ઘરે ધોતિયું અને પહેરણ પહેરીને ગયા ત્યારે ઘરમાલિકે તેમને ગાંડા ધારી લીધા હતા. હેમચંદ્ર ડેકમાં કે ત્રીજા વર્ગની ટિકિટ લઇને અમેરિકા ગયા અને ત્યાં એકવાર અસભ્ય પોશાક પહેરવાના આરોપમાં તેમને પકડવામાં આવ્યા હતા. જો કે, પાછળથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.