ડોક્ટરની ડાયરી-14

(269.2k)
  • 24.6k
  • 19
  • 11k

તમારું કામ પડ્યું છે. મારે એક જગ્યાએ નોકરીનો ‘ઈન્ટરવ્યૂ’ આપવા જવાનું છે. એક જગ્યા માટે સિત્તેર ઉમેદવારોએ અરજી કરેલી છે. મારી પાસે યોગ્યતા છે, આવડત પણ છે, જો કંઈ નથી તો એ ઓળખાણ. મને લાગે છે કે આ નોકરી મને નહીં મળે.’ આજથી લગભગ દસ વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્રેવીસ-ચોવીસ વર્ષની દેખાતી એક યુવતી મને મળવા માટે આવી અને ઉપર મુજબની રજૂઆત કરી. ‘આમાં હું શું કરી શકું ?’ મેં પૂછ્યું. ‘તમારે મારા માટે ભલામણ-ચિઠ્ઠી લખી આપવાની છે કે આવનાર બહેનને નોકરીમાં રાખી લો.’ યુવતીની આંખોમાં ભોળપણ છલકાતું હતું. મને સહેજ ગુસ્સો આવતો હતો, સહેજ ચીડ ચડતી હતી, પણ વધુ તો આશ્ચર્ય થતું હતું.