પૈડાવાળી ખુરશી - સંપૂર્ણ નવલકથા

  • 13.5k
  • 3
  • 7.4k

પૈડા ચી ખૂર્ચી નામની મરાઠી નવલકથાનો અનુવાદ શ્રી કિશોર ગૌડ એ કર્યો છે. મૂળ કથા શારીરિક પીડાઓથી ઝઝૂમતા નસીમા હુરજૂક દ્વારા એમનાં અંગત અનુભવો થકી લખાયેલ છે. પથારીવશ જીવન, ક્યારેક તો કીડીઓનાં ચટકા સહન કરીને પડ્યા રહેવા સિવાય કોઈજ ચારો ન હોય એવી પરિસ્થિતિ પછી પણ પરિવારજનો સાથ સહકાર લઈને, સાવ અછત હોય એવા પ્રદેશમાં પણ બહેનોને મદદ કરવાની સંસ્થા શરુ કરે છે. રાજનૈતિક અડચણો સાથે સામાજિક પડકારો અને લાગણીવશ સંબંધોનાં તાણાંવાણાં સર્જતી આ કથા એક આદર્શ જીવનની પ્રેરક કથા છે. મેં તો આશરે ૨૦૧૫માં જ માતૃભારતી એપની મોટી બહેન સમી એપ પ્રાઈડ ગુજરાતી પર વાંચી હતી. આજે, વિશ્વ દિવ્યાંગ દિને અહીં મૂકું છું. આપ પણ વાંચશો જી.