કર્મનો કાયદો ભાગ - 3

(30)
  • 7.2k
  • 5
  • 2.9k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩ પ્રત્યેક અભિવ્યક્તિ એક નવો ‘બિગ બૅંગ’ ગણતરી કરનારાઓએ દુનિયામાં ચોર્યાસી લાખ યોનિઓ બતાવી છે અને તેમાં જન્મ પામનારા જીવો બતાવ્યા છે. જે શરીરરચનાથી અલગ-અલગ છે, તેમ જ તે પ્રત્યેક પોતપોતાનાં સ્વભાવગત કર્મોથી પણ અલગ-અલગ છે. સિંહનો સ્વભાવ જુદો અને વાઘનો સ્વભાવ પણ જુદો. કૂતરાનો સ્વભાવ જુદો, તો હાથીનો સ્વભાવ પણ જુદો, મગરનો સ્વભાવ જુદો અને માછલીનો સ્વભાવ જુદો. એ રીતે શરીરરચના મુજબના સ્વભાવગત ભેદ તો છે જ, જેની સાથે જાતિ મુજબના સ્વભાવ પણ અલગ હોય છે. માછલીમાં શાર્ક જાતિની માછલીના સ્વભાવથી ડોલ્ફિન જાતિની માછલીનો સ્વભાવ સદંતર અલગ છે. પ્રાણીઓ મોટા ભાગે શરીરના સ્તર ઉપર